Details
Details
Vishva lok kathao by Shivam Sundaram Gujarati books
વિશ્વ લોક કથાઓ શ્રેણી ના ૫ પુસ્તકો ની ઓફર
એશિયા, યુરોપ, આફ્રિકા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા દુનિયાના પાંચ ખંડ. કોઈ પણ ખંડની સંસ્કૃતિનો પરિચય મેળવવો હોય તો તેના લોકસાહિત્યમાંથી મળી રહે. આ લોકસાહિત્યનું લાડીલું સ્વરૂપ અટલે જ લોકકથા. સાહિત્યમાં લોકકથા જ એક એવો પ્રકાર છે જેમાં આબાલવૃદ્ધ સૌ જકડાઈ રહે છે.
વિશ્વની લોકકથાઓ વિશ્વસંસ્કૃતિનો અમર વારસો છે. વિશ્વસંસ્કૃતિનું પ્રતિબિંબ વિશ્વભરની લોકકથાઓમાં જોવા મળે છે. લોકકથાની વ્યાખ્યા બાંધવી હોય તો આમ કહી શકાય –
'લોકકથા એટલે લોકો માટે - લોકો દ્વારા આલેખાયેલી લોકોની કથા.'
આમ લોકકથાનો લોકો સાથે જ કેટલો સીધો સંબંધ છે તે સમજી શકાય છે.
વિશ્વ સંસ્કૃતિનો રસપ્રદ પરિચય કરાવવાના હેતુથી તેના પાંચેય ખંડોની રસિક લોકકથાઓને આપણી ગરવી ગુજરાતી ભાષામાં, અને તે પણ રૂચિકર શૈલીમાં, અને બાળકો - કિશોરોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે રીતે ઉતારવાનું વણમાંગ્યું બીડું લેખકે ઝડપ્યું હતું. પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી વિશ્વના પાંચેય ખંડોની લોકકથાઓનો રસથાળ ગુજરાતની પ્રજા સમક્ષ આવી ગયો છે.
'વિશ્વ લોકકથાશ્રેણી'નાં પાંચ પુસ્તકોના સંપુટમાંથી બે પુસ્તકોને 'ગુજરાત સરકાર' તરફથી, એક પુસ્તકને 'ગુજરાત સાહિત્ય પરિષદ' તરફથી અને એક પુસ્તકને 'ગુજરાત સાહિત્ય અકાદમી' તરફથી એમ આ શ્રેણીના પાંચ પુસ્તકોને કુલ ચાર પારિતોષિક પ્રાપ્ત થયાં છે, જે અત્યંત આનંદની અને ગૌરવની વાત છે.
Additional Info
Additional Info
Authors | Shivam Sundaram |
---|---|
isbn | No |
pages | Various |
language | Gujarati |
specialnote | No |
Return Policy
Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.
It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More