ખોખલી ધાર્મિકતા, પરંપરા અને રિવાજોના કારાગારમાં સબડતા આ રુગ્ણ સમાજમાં
જેમણે
છાનામાના કે બીતાબીતા પ્રેમ કર્યો;
અસહ્ય વિરવેદના સહીને પ્રેમ કર્યો;
નિંદાકૂલથીની પરવાં કર્યા વિના પ્રેમ કર્યો;
યાતના, બહિષ્કાર કે ઉપેક્ષા વેઠીને પ્રેમ કર્યો,
અને
છેક છેવટ સુધી સો ટચના પ્રેમને
કપૂરના દીવાની માફક જળતો રાખ્યો
એવા
લગ્નયુક્ત તથા લગ્નમુક્ત યુગલોને
મારી વંદના પહોંચાડવાની ઝંખના
આ પુસ્તકો માટે જવાબદાર છે.
– ગુણવંત શાહ
Dhai Akshar Prem Ka
₹225.00 ₹202.50
4987 in stock